સજીવોના મૃત અવશેષોમાંથી બનેલા બળતણને અશ્મિ બળતણ કહે છે (ઉદા. કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ).
સૌથી પહેલાં આશરે 300 મિલિયન વર્ષ પૂર્વે પૃથ્વીના નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારોમાં ઘાટ જંગલો હતા. પૂર જેવા કુદરતી આફતોને કારણે આ જંગલો જમીનની નીચે ડૂબી ગયા. તેમની ઉપર વધુ માટી જમા થઈ જવાથી તેઓ દબાણમાં આવ્યા. ઊંચા તાપમાન અને દબાણને લીધે મૃત વનસ્પતિઓ હવાની ગેરહાજરીમાં કોલસામાં રૂપાંતરિત થઈ ગઈ.
મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બિટ્યુમિનાઈઝેશન (કાર્બોનાઈઝેશન) કહે છે.
કોલસાને હવામાં ગરમ કરતાં તે સળગે છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ વાયુ ઉત્પન્ન કરે છે.
કોલસાના પ્રક્રિયાથી કોક, કોલટાર અને કોલગેસ મેળવવામાં આવે છે.
કોક : તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે. તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. તેનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે.
કોલટાર : તે ઘાટો, અપ્રિય વાસવાળો પ્રવાહી છે. તેનો ઉપયોગ સંશ્લેષિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, પ્લાસ્ટિક, પેઇન્ટ વગેરે બનાવવામાં થાય છે. રસપ્રદ વાત એ છે કે ડામરની ગોળીઓ (નાફ્તાની ગોળીઓ) કોલટારમાંથી જ બને છે.
કોલગેસ : કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મેળવવામાં આવે છે.
પેટ્રોલિયમ : પેટ્રોલિયમ એ ઘાટું, અપ્રિય વાસવાળું તેલી પ્રવાહી છે. તે જમીનની નીચે ખડકોના સ્તરો વચ્ચેથી પ્રાપ્ત થાય છે.
પેટ્રોલિયમ અને કુદરતી વાયુનો જથ્થો પાણીના સ્તરની ઉપર હોય છે. તેનું કારણ એ છે કે તે પાણી કરતાં હળવા છે અને તેની સાથે મિશ્ર થતા નથી.
પેટ્રોલિયમનું શુદ્ધીકરણ : પેટ્રોલિયમ એ વિવિધ ઘટકો જેવા કે એલ.પી.જી. (LPG), પેટ્રોલ, કેરોસીન, ડીઝલ,ંજ્ઞજળ (બ્રિટિશ), ઊંજણ તેલ, પેરાફિન મીણ વગેરેનું મિશ્રણ છે. આ વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને રિફાઇનિંગ (શુદ્ધીકરણ) કહે છે.
રોડને સમતલ કરવા માટે બિટ્યુમેન (પેટ્રોલિયમ પેદાશ) વપરાય છે.
કુદરતી વાયુ : કુદરતી વાયુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અશ્મિ બળતણ છે. તેને ઊંચા દબાણ હેઠળ કોમ્પ્રેસ્ડ નેચરલ ગૅસ (CNG) તરીકે સંગ્રહિત કરવામાં આવે છે. સીએનજી (CNG) નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે તેમજ વાહનોમાં બળતણ તરીકે થાય છે કારણ કે તે ઓછું પ્રદૂષણ કરે છે અને સ્વચ્છ બળતણ છે.