પાક : એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે.
ખરીફ પાક : જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. ઉદા. ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ.
રવિ પાક : જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને રવિ પાક કહે છે. ઉદા. ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી.
પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ :
ભૂમિને તૈયાર કરવી
રોપણી
કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું
સિંચાઈ
નીંદણથી રક્ષણ
લણણી
સંગ્રહ
વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે, તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે.
કુદરતી ખાતર : કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે, જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ઉદા. વર્મી કમ્પોસ્ટ ખાતર.
કૃત્રિમ ખાતર : કૃત્રિમ ખાતર રસાયણોના ઉપયોગથી કારખાનાઓમાં બનાવવામાં આવે છે. તે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. ઉદા. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, એન.પી.કે.
સિંચાઈ : સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે.
સિંચાઈના સ્ત્રોત : કૂવાઓ, બોરકુવાઓ, તળાવો, સરોવર, નદીઓ, બંધ તેમજ નહેરો સિંચાઈ માટે પાણીના સ્ત્રોત છે.