કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મજીવો કહે છે. ઉદા. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ.
વાઈરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે. પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે.
સૂક્ષ્મજીવો બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરાં તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહી શકે છે.
લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દૂધને દહીંમાં પરિવર્તીત કરે છે.
યીસ્ટ ખાંડને આલ્કોહોલમાં ફેરવે છે. શર્કરા(ખાંડ)નું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ (fermentation) કહે છે.
લૂઈ પાશ્ચરે આથવણની શોધ 1857માં કરી. લૂઈ પાશ્ચરે પેશ્ચ્યૂરાઈઝેશનની પણ શોધ કરી હતી.
બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે અથવા તેમની વૃદ્ધિ અટકાવે તે પ્રકારના ઔષધોને એન્ટિબાયોટિક્સ કહે છે.
એન્ટિબાયોટિક્સ : સ્ટ્રેપ્ટોમાઈસીન, ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઈસીન.
એડવર્ડ જેનરે 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી.
એક સંક્રમિત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા ભૌતિક સંપર્ક દ્વારા ફેલાતા રોગોને ચેપી રોગો કહે છે.
કેટલાક કિટકો તથા પ્રાણીઓ એવા પણ છે જે રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે.
માદા એનોફિલિસ મચ્છર મેલેરિયાના પરોપજીવી (પ્લાઝમોડિયમ)નું વાહક છે.
માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાઇરસનું વાહક છે.
રોબર્ટ કોશે 1876માં બેસીલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી જે એન્થ્રેક્સ રોગનો વાહક છે.
સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્યતેલ વપરાય છે જેને જાળવણીકારક પદાર્થો (preservative) કહે છે.
સોડિયમ બેંઝાએટ તથા સોડિયમ મેટાબાયસલ્ફાઈટ જાણીતા પ્રિઝર્વેટિવ્સ (preservative) છે.